Khergam : ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષકને ૭૫માં પ્રજાસત્તાક દિને મળેલ બેવડું સન્માન.

SB KHERGAM
0

      Khergam :  ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષકને ૭૫માં પ્રજાસત્તાક દિને મળેલ બેવડું સન્માન.

વાડ ખાતે યોજાયેલ ૭૫માં પ્રજાસત્તાક પર્વના દિને વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષક શ્રી ધર્મેશભાઈ પટેલને ખેરગામ તાલુકા પંચાયત તરફથી તેમની વિશિષ્ટ કામગીરી બદલ તેમનું તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબના હસ્તે જ્યારે ખેરગામ કેન્દ્ર 'પ્રતિભાશાળી શિક્ષક'નું સન્માન વાડ ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન પટેલના હસ્તે  કરવામાં આવ્યું હતું. આમ તેમનું બેવડું સન્માન કરવામાં આવ્યું હતું.

તેમનાં વિશિષ્ટ કાર્યોમાં  જિલ્લા કક્ષાએ ઇનોવેશનમા ભાગીદરી,વહિવટી ઓનલાઇન દરેક કામગીરીમાં ભાગીદારી, શાળા બાળકોને જરૂરિયાત મુજબ આર્થિક મદદ કરવી, શાળામાં બાળકોને પ્રોત્સાહિત કરવા વાલીસંમેલન,ધોરણ -૧ માં પ્રવેશ મેળવેલ બાળકોને સને -૨૦૨૨ ના વર્ષમાં લેમિનેટ 30 દેશી હિસાબ વિતરણ, શાળામાં વોલ પર લગાવેલ ફોર્મશીટના ફોટા માટે ૫૦૦૦/- નું દાન, શાળામાં સરસ્વતી માતાની ફોટો દાન, વર્ષ દરમ્યાન થતી વિવિધ પ્રવૃત્તિના લેમિનેશન ના ફોટા માટે ૨૨૦૦/- રૂનું દાન, શાળાનો લોગો બનાવવો, શાળામાં બાગ માટે માટીપુરાણ,શાળા મેદાનમાં વિવિધ વૃક્ષોનું વાવેતર અને જતન જેવા વિશિષ્ટ કાર્યોનો સમાવેશ થાય છે.

તેમણે છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન કરેલી કામગીરીમાં કોરોના સમયમાં પ્રા.શાળા વાડ ગામમાં અનાજ વિતરણ, ઇકો કલબના માધ્યમથી કિચન ગાર્ડન તથા શાળા સ્વચ્છતા પર વિશેષ ધ્યાન, શાળા રામહાટ કુછ ખોયા પાયા જંક કોર્નર પક્ષીઘર, અક્ષય પાત્ર જેવી સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ માટે વિશેષ યોગદાન, ચિત્ર સ્પર્ધાની તૈયારી,શાળામાં વિવિધ રમતોનું આયોજન, શાળા કક્ષાએ થતા વિવિધ કાર્યક્રમોમાં ઉદઘોષકની કામગીરી, એક ભારત શ્રેષ્ઠ ભારત ની ઉજવણી, NMMS પરિક્ષાની તૈયારી, વર્ષ-૨૦૨૨-૨૩ મો તાલુકા કક્ષા સુધી વિજ્ઞાન મેળામાં ભાગીદારી, ટવીનીંગ કાર્યક્રમની ભાગીદારી (વાડ મુખ્ય પ્રા. શાળ- કન્યા શાળા), શાળા સ્વચ્છતા, આરોગ્યમાં ભાગીદારી, પુસ્તકાલયની જાળવણી, કેન્દ્ર કક્ષાએ પ્રયોગશાળાની મુલાકાત પ્રવાસ આયોજનમાં ભાગીદારી, પ્રોજેક્ટ બનાવવા, શાળાની online વહિવટી કામગીરીમાં મદદ કરવી જેવી કામગીરી મહેનત ખંતથી કરી હતી.


મહત્વની મુખ્ય બાબત તાલુકા કક્ષાની વહીવટી કામગીરીમાં તેમનું સવિશેષ યોગદાન રહ્યું છે. તેમજ તાલુકા કક્ષાની કોઈ પણ સ્પર્ધાઓ કે વિજ્ઞાન મેળા જેવા કાર્યક્રમનાં આયોજનમાં તેમની વિશિષ્ટ ભૂમિકા હોય છે. તાલુકાનાં ઉચ્ચત્તર પગારની કામગીરી પરિવારના ભોગે પણ ઘરે કરતા હોવાનું તાલુકાનાં શિક્ષકવર્તુળ પાસેથી જાણવા મળેલ છે. તેઓ ટેકનોલોજીના એક્સપર્ટ હોવા છતાં તેઓ એ બાબતે કદી બડાઈ મારતા નથી.  તેઓ મિતભાષી, કોઈ પણ કામગીરી  ગંભીરતા  અને જવાબદારીપૂર્વક પૂર્ણ કરવું, સમય પાલનના આગ્રહી, જેવી બાબતે તેમના વ્યક્તિત્વમાં પરિપક્વતાનાં દર્શન થાય છે. એવા ઘણા બધા તેમના જમા પાસા છે. ખેરગામ સિવાયના વલસાડ જિલ્લાના અન્ય તાલુકાનાં શિક્ષકો માટે પણ  વહીવટી કામગીરી બાબતે હરહંમેશ માટે મદદરૂપ થતાં રહે છે. જે બાબતની માહિતી જેતે તાલુકાનાં શિક્ષકોના મુખે જાણવા મળેલ છે. જેવી બાબતો માટે સન્માનની પાત્રતા ધરાવે છે.  હકીકતમાં, ધર્મેશ પટેલ બેવડું સન્માનની પાત્રતા  ધરાવે છે.

આ પ્રસંગે ધર્મેશભાઈ પટેલને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ કુમાર શાળાનાં આચાર્યશ્રી તથા ખેરગામ કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ અને મહામંત્રી તથા વાડ શાળાનાં આચાર્યશ્રી કિરીટભાઈ પટેલ, ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન પટેલ, વાડ ગામના આગેવાન ચેતનભાઈ પટેલ અને દિનેશભાઈ પટેલ દ્વારા તેમને મળેલ બેવડું સન્માન માટે  હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top