Khergam : રૂઝવણી પટેલ ફળિયા પ્રાથમિક શાળાના વિધાર્થીઓ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં ઝળક્યા.
નવસારી જિલ્લા ખેલ મહાકુંભ 2024 ખેરગામ તાલુકાનું એથ્લેટીકસ રમતનું આયોજન જનતા માધ્યમિક હાઇસ્કુલ ખેરગામ ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં રૂઝવણી પટેલ ફળિયા પ્રાથમિક શાળાના વિધાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હતુ. અંડર ઈલેવન ભાઈઓની 50 મીટર દોડમાં અંશ મનોજભાઈ પટેલ પ્રથમ ક્રમ અને બહેનોની 50 મીટર દોડમાં કાવ્યા વિજયભાઈ પટેલ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. અને બ્રોડ જમ્પમાં આયુષી સંજયભાઈ પટેલ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જ્યારે અંડર નાઈન 30 મીટર દોડમાં આર્યન વિજયભાઈ પટેલ તૃતીય ક્રમ મેળવી ખેલાડીઓએ શાળાને સિદ્ધિ અપાવી હતી.
ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર,ખેરગામ બીટ નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ અને ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ અને મહામંત્રી કિરીટભાઈ પટેલ અને શાળાનાં આચાર્યશ્રી અશોકભાઈ પટેલ અને શાળાના સ્ટાફ મિત્રોએ ખેલાડીઓના રમતના ઉજવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.