Khergam: ખેરગામ ખાતે મીની ફાયર ફાઇટરનું ગણદેવી વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ.
તારીખ :૨૭-૦૧-૨૦૨૪નાં દિને ખેરગામ દશેરા ટેકરી(મહાત્મા ગાંધી સર્કલ ) ખાતે મીની ફાયર ફાઇટરનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેની કિંમત ₹ ૩૦ લાખની આસપાસ જાણવા મળી હતી. મીની ફાયર ફાઇટરની ફાળવણી થતાં લોકોમાં ખુશીની લહેર ફરી વળી છે. "હવે પછી ખેરગામના વિસ્તાર આગજની બનાવમાં સત્વરે મદદ મળી શકશે.અને આગજની બનાવને અટકાવી શકાશે." તેવું ધારાસભ્ય નરેશભાઈ પટેલે જણાવ્યું હતું.
આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી ભીખુભાઈ આહિર, ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય સુમિત્રાબેન પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી લીનાબેન અમદાવાદી, ખેરગામ ગ્રામ પંચાયતનાં ડેપ્યુટી સરપંચશ્રી જીજ્ઞેશભાઈ પટેલ, અગ્રણી ચુનીભાઈ, શૈલેષભાઈ ટેલર, નવસારી જિલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ, પૂર્વ તાલુકા પ્રમુખ રક્ષાબેન પટેલ, ભૌતેશભાઈ કંસારા ખેરગામ જનતા માધ્યમિક મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ, ધર્મેશભાઈ ભરૂચા, જગદીશભાઈ પટેલ, ખેરગામ તાલુકાના પત્રકાર મિત્રો સહિત ખેરગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.