Navsari: નવસારી જિલ્લાના શિક્ષકોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે યોજાઈ.
- ભાઈઓની ફાઈનલ મેચમાં ચીખલી ટીમ ચેમ્પિયન.
- બહેનોની ફાઈનલ મેચમાં વાંસદા ટીમ ચેમ્પિયન.
- આ ટૂર્નામેંટમાં ભાઈઓ માટે ટેનીસ નીવ્યા હેવી અને બહેનો માટે સ્ક્વેર કટ લાઇટ બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
તારીખ:- --16/03/2024 અને તા:17/03/2024ને શનિવાર અને રવિવારના રોજ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે નવસારી જીલ્લાના 6 તાલુકાનાં ભાઈઓ અને બહેનોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં છ તાલુકાની ભાઈઓની અને બહેનોની મળી એમ કુલ 12 ટીમેએ ભાગ લીધો હતો.દરેક તાલુકાની ભાઈઓની ટીમે પાંચ પાંચ લિંગ મેચ રમ્યા બાદ બે સેમિફાઇનલ અને ત્યારબાદ એક ફાઇનલ મેચ રમ્યા. જેમાં શિક્ષક ભાઈઓ ની ફાઇનલ મેચમાં ચીખલી તાલુકાની ટીમ ચેમ્પિયન બની અને રનર્સ અપ તરીકે જલાલપોર તાલુકાની ટીમ રહી હતી.
બહેનોની દરેક તાલુકાની છ ટીમે ભાગ લીધો દરેક ટીમે ત્રણ ત્રણ લિંક મેચ રમ્યા જેમાં શિક્ષિકા બહેનોની વાંસદા તાલુકાની ટીમ ચેમ્પિયન બની અને ખેરગામ તાલુકાની ટીમ રનર્સ અપ રહી હતી.
નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપકુમાર પટેલ, મહામંત્રી હેમંતસિંહ સોલંકી સહિત હોદ્દેદારો, નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રાજેશભાઈ ચૌધરી સહિત હોદ્દેદારો, ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હિતેશભાઈ પટેલ સહિત હોદેદારો, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિવ્યેશકુમાર ચૌહાણ સહિત હોદ્દેદારો, જલાલપોર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરણભાઈ પટેલ સહિત હોદ્દેદારો, ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ટંડેલ સહિત હોદ્દેદારો, વાંસદા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સહિત હોદ્દેદારો, નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વિશાલસિંહ અને ચીખલી પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વિજયભાઈ, ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપકુમાર તથા મહામંત્રી હેમંતસિંહ ચૌહાણ સહિત જિલ્લા સંઘના હોદ્દેદારો અને તમામ તાલુકાનાં પ્રમુખશ્રીઓ દ્વારા વિજેતા ચીખલી ટીમને અને રનર્સ અપ જલાલપોર ટીમને ટ્રોફી એનાયત કરી હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં.