ખેરગામ ખાખરી ફળિયા પ્રાથમિક શાળા ખાતે આનંદમેળાનો કાર્યક્રમ યોજાયો.

SB KHERGAM
0

                     

ખેરગામ ખાખરી ફળિયા પ્રાથમિક શાળા ખાતે આનંદમેળાનો કાર્યક્રમ યોજાયો.

  તારીખ : ૦૪-૦૧-૨ ૦૨૩નાં દિને ખાખરી ફળિયા પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ કાર્યક્રમમાં એસ.એમ.સીના અધ્યક્ષ રાજશ્રીબેન પટેલ ગ્રામ પંચાયતના સભ્ય પ્રિયંકાબેન અને દિવ્યાબેન દ્વારા રીબીન કાપી કાર્યક્રમ શરુ કરવામા આવ્યો હતો. શાળાના બાળકોએ વિવિધ વાનગીઓ જાતે બનાવી લાવ્યા હતાં બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.


આ  આનંદ મેળામાં અનેક પ્રકારની ખાણી પીણીના સ્ટોલ લાગ્યા હતાં જેમાં ઉબાળિયું, સમોસા, ઉપમા, દાબેલી, ભેલ, વડાપાઉં, પાણીપૂરી, ભજીયા, છાશ, ગુલાબ જાંબુ, પાસ્તા, ખમણ, મેથી, મુઠીયા અને મમરા જેવા સ્ટોલ જોવા મળ્યા હતા. બાળકોએ સ્ટોલ બનાવી જાતે વેચાણ કરી જાતે સ્ટોલનું સંચાલન કરી સાંજે  "નહીં નફો નહીં ખોટના ધોરણે" પોતાના સ્ટોલના હિસાબ રજુ કર્યા હતા. બાળકોને મનોરંજન સાથે વેચાણ કરવાના કૌશલ્યનો ખ્યાલ આવ્યો હતો ધંધો કેવી રીતે થાય તેની જાણકારી મળી હતી. જેમાં નફો ખોટ, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના ગાણિતિક કૌશલ્યનો ઉપયોગ કરી વ્યાવહારિક કોયડાનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી નીલાબેન પટેલ. એસ.એમ.સીના અધ્યક્ષ રાજશ્રીબેન પટેલ એસ.એમ.સી સભ્યશ્રીઓ ગ્રામપંચાયતના સભ્ય પ્રિયંકાબેન અને દિવ્યાબેન તથા શિક્ષકશ્રીઓ હાજર રહી માર્ગદર્શન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.




Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top