ખેરગામ જનતા માધ્યમિક શાળા ખાતે તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ.

SB KHERGAM
0

       


તારીખ : ૨૩/૧૨/૨૦૨૩ના દિને ખેરગામ જનતા માધ્યમિક શાળા ખાતે તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ.

જેમનું આયોજન જિલ્લા કક્ષાએથી કરવામાં આવ્યું હતું. ખેરગામ નામદાર મામલતદાર સાહેબશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ ના હસ્તે  દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

 ખેરગામ તાલુકાની શાળાઓમાંથી  માધ્યમિક અને પ્રાથમિક શાળા  શિક્ષકો અને વિદ્યાર્થીઓ મળી કુલ 42 જેટલા સ્પર્ધકો સ્પર્ધામાં ભાગ લીધો હતો.  

જેમાં ૯ થી ૧૮ વર્ષની વયના જૂથમાં દર્શનકુમાર હસમુખભાઈ પટેલ વાડ માધ્યમિક શાળા અને કૃતિકાબેન રમેશભાઈ પટેલ પાણીખડક માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ વિજેતા, 

૨૦ થી ૪૦ વય જૂથમાં નારણપોર પ્રાથમિક શાળાના ઉપશિક્ષક અને તેજલાવના રહેવાસી નિલયકુમાર અમ્રતલાલ પટેલ વિજેતા,

 ૪૦ થી ૧૦૦ વય જૂથમાં શાળા રૂમલા  અને રહેવાસી રૂમલાના સંગીતાબેન સતીષભાઈ પટેલ અને  જનતા માધ્યમિક શાળા અને મુ. જનતા માધ્યમિક શાળા ખેરગામના કેતનભાઈ ચીમનભાઈ પટેલને વિજેતા જાહેર કરવામાં આવેલ છે.

       તાલુકા કક્ષાની સૂર્યનમસ્કાર સ્પર્ધામાં પ્રથમ આવનાર ત્રણ સ્પર્ધકોને જિલ્લા કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં  ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થશે.

આ કાર્યક્રમમાં ખેરગામ નામદાર મામલતદાર સાહેબશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ, જનતા માધ્યમિક શાળાના પ્રિન્સીપાલ ચેતનભાઈ પટેલ, નવસારી જીલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ, નિર્ણાયક તરીકે (ગુજરાત રાજ્ય યોગ બોર્ડ)  અમીતભાઈ પટેલ નિમિષાબેન, કુમાર શાળાનાં આચાર્ય /ખેરગામ તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ, પત્રકાર વિનોદભાઈ મિસ્ત્રી, આચાર્યશ્રીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.




Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top