વાવ પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.
તારીખ : ૧૩મી ડિસેમ્બર થી તારીખ: ૧૭ મી ડિસેમ્બર ૨૦૨૩ દરમ્યાન રાજસ્થાન રાજ્યનો પ્રવાસ યોજાયો હતો. જેમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મળી કુલ ૫૧ વ્યક્તિઓ ભાગ લીધો હતો. પ્રથમ શામળાજી, ઉદેપુર, પુષ્કર, ચિત્તોડગઢ અજમેર જયપુર અને અંબાજી સ્થળોનો સમાવેશ થાય છે.
રાજસ્થાનમાં વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં બાળકોને સામાજિક વિજ્ઞાન સમાવેશ અભ્યાસક્રમ અનુસાર ઐતિહાસિક સ્થળોની મુલાકાતને અગ્રસ્થાન અપાયું હતું. તેમજ પ્રવાસ દરમ્યાન ભૌગોલિક પરિસ્થિતિ વિશે માહિગાર થયા હતા. તમામ સ્થળો પર ગાઇડ રોકવામાં આવ્યા હતા જેમણે સ્થળના ઈતિહાસથી માહિતગાર કર્યા હતા.