નાંધઈ પ્રાથમિક શાળાની શિક્ષિકા શ્રીમતિ ધ્રુવીની પટેલે નવી દિલ્લી ખાતે ઓલ ઈન્ડિયા સર્વિસ સ્વિમિંગ ટુર્નામેન્ટમાં ત્રણ મીટર સ્પ્રિંગ બોર્ડ ડાઈવિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

SB KHERGAM
0

     

નાંધઈ પ્રાથમિક શાળાની શિક્ષિકા શ્રીમતિ ધ્રુવીની  પટેલે નવી દિલ્લી ખાતે ઓલ ઈન્ડિયા સર્વિસ સ્વિમિંગ ટુર્નામેન્ટમાં ત્રણ મીટર સ્પ્રિંગ બોર્ડ ડાઈવિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. 

ભારત સરકારના કેન્દ્રીય મુલ્કી સેવા અને ક્રિડા સંસ્થાન નવી દિલ્હીના ઉપક્રમે સરકારી કર્મચારીઓની તાલકટોરા શ્યામાપ્રસાદ મુખર્જી સ્વિમિંગ કોમ્પલેક્ષ ન્યુ દિલ્હી ખાતે  ડિસેમ્બર 2023-2024 વર્ષમાં તારીખ15-12-2023 થી 17-12-2023  દરમિયાન યોજાયેલ તરણ સ્પર્ધામાં 25 જેટલા રાજ્યોના 334 થી વધુ કર્મચારીઓએ ભાગ લીધો હતો. નાંધઈ પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી ધ્રુવીનીબેન બળવંતરાય પટેલ રહે. વૃંદાવન સોસાયટી ડુંગરી (તા.જી. વલસાડ) એ પણ આ રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. 

આ ટુર્નામેન્ટ શરૂ થવા પહેલા ગાંધીનગર સરકારી જીમખાના ખાતે તારીખ : 6-12-2023 થી 12-12-2023 સુધી 7 દિવસની ટ્રેનિંગનું ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ ન્યુ દિલ્હી ખાતે યોજાયેલ તરણ સ્પર્ધામાં ત્રણ મીટર સ્પ્રિંગ બોર્ડ ડાઈવિંગમાં ધ્રુવીની બી પટેલે બ્રોન્ઝ મેડલ મેળવી નવસારી જિલ્લાનું તેમજ ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળા સહિત સમગ્ર ગુજરાત રાજ્યનું નામ દેશમાં સોનેરી અક્ષરે ઝળહળતું કર્યું છે

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને શાળા પરિવાર રમતવીર ધ્રુવીની પટેલને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. 



Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top